skip to content

સાયલા પાસે જૂનાગઢના PSIનું કાર અકસ્માતમાં મોત.

ટ્રેનિંગ પૂરી કરીને ગાંધીનગરથી પરત ફરી રહ્યાં હતા, લીંબડી નજીક ડિવાઈડર સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ – રાજકોટ હાઇવે ઉપર સાયલા પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા આ અકસ્માત થયો હતો. જેમાં PSIનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જૂનાગઢના એ ડીવીઝનના પી.એસ.આઈ. એ.કે પરમારનું અકસ્માતમાં મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે.

આ અકસ્માતને મળેલી માહિતી મુજબ જૂનાગઢ પીએસઆઇ એ.કે.પરમાર સાયબર ક્રાઈમની ટ્રેનિંગ પૂરી કરીને ગાંધીનગરથી કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ – રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા PSIનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેઓ જૂનાગઢના એ ડીવીઝનના પી.એસ.આઈ. તરીકે સેવા બજાવતા હતા.

એ.કે પરમારનું નિધન થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

આ સમાચારને શેર કરો