Placeholder canvas

વાંકાનેરના ગુલશન પાર્કમાં વધુ એક ચોરી: સીટી પોલીસ આરામ કરે છે અને ચોર કામ કરે છે.!!!

વાંકાનેર શહેરની ભાગોળે અને ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં આવતા ગુલશન પાર્કમાં ગત રાતે વધુ એક ચોરી થઈ છે. જેમાં ચોર આશરે સાડા ત્રણ લાખની કળા કરી ગયો છે.

મળેલી માહિતી મુજબ ગતરાત્રે 27 નેશનલ હાઈવે પર આવેલ ગુલશનપાર્કમાં ચોર રાત્રે તાટક્યા હતા અને મકબુલભાઈના મકાનનું ગેસ કટરથી તાળું તોડી મકાનના ગ્રાઉન્ડ ફલોરમાં ઘુસીને આશરે ૬૦ થી ૬૫ હજાર રૂપિયા રોકડા તેમજ 6થી 7 તોલા સોનાની ચોરી કરી જતા રહ્યા હતા.

ગુલશન પાર્કમાં રહેતા અને મૂળ તીથવા વતની એવા મેસાણીયા મકબુલ અબ્દુલભાઇ જેવો છૂટક કોસ્મેટિક અને કટલેરીનો વ્યવસાય કરે છે. તેઓ પોતાના ઘરે જ ઉપરના માળે સૂતા હતા ત્યારે ગત રાત્રે મકાનના નીચેના માળે ગેસ કટરથી તાળું તોડીને ચોર તાટકયા હતા. નીચેના ફ્લોરમાં કબાટ તોડીને તેમાંથી સોનાની ચેન, એરીગ લટ સાથે 1 જોડી, 2 જોડી કાનની બુટી, કળી 1 જોડી, સોનાની વીંટી, દાણા નંગ 4, પેન્ડલ સેટ-1 અને ચાંદીના સાંકળા આમ કુલ મળીને આશર 6થી7 તોલાની સોનાની વસ્તુઓ જેમની કિંમત આશરે પોણા ત્રણ થી ત્રણ લાખની થાય અને આઉપરાંત ૬૦થી ૬૫ હજાર રૂપિયા રોકડાનો હાથફેરો કરી ગયા હતા.

જ્યારે સવારે મકુલભાઈનો પરિવાર ઊઠ્યો ત્યારે નીચેના માળે આવ્યા તો બધું વેરવિખેર હોવાથી તેઓને અંદેશો આવી ગયો કે રાત્રે ચોર કળા કરી ગયા છે. તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બધું જોયું હતું. થોડીવારમાંજ સિટી પીએસઆઇ જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બધુ નિરિક્ષણ કરીને ચોરના પગેરુ શોધવાના પ્રયત્નો કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર ની ભાગોળે આવેલા ગુલશન પાર્કમાં લગભગ એક-બે મહિને ચોરીનો બનાવ બને છે, લોકો પોલીસમાં ફરિયાદ કરે છે અને પોલીસ માત્ર અરજી લઈને સંતોષ માને છે. હજુ સુધી છેલ્લે થયેલી પાંચ-છ ચોરીનો પોલીસ કોઈ ભેદ ઉકેલું શકી નથી કે કોઈ ચોર ને પોલીસ પકડી શકી નથી ત્યારે એવું જ કહેવું રહ્યું કે વાંકાનેર પોલીસ આરામ કરે છે અને ચોર કામ કરે છે. ચોર પણ ગુલશન પાર્ક ને પોતાના કામ માટે સલામત વિસ્તારમાં માને છે. ચોર દર એક-બે મહિને તાટકીને બે ચાર લાખ રૂપિયાનો ધંધો કરીને જતા રહે છે…!!! આ ચોરોને વાંકાનેર પોલીસનો કોઈ ડર એવું લાગતું નથી. બાકી સબ સલામત હૈ….!!!

આ સમાચારને શેર કરો