Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ૧૧મી જાન્યુઆરી-૨૦૨૨ના રોજ ચૂંટણી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું જાહેરનામું આજ રોજ પ્રસિદ્ધ થયેલ છે, એ જાહેરનામા મુજબ આગામી ૧૧મી જાન્યુઆરી 2022ના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાશે અને તેમની મત ગણતરી 12 મી જાન્યુઆરી 2022ના રોજ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના રાજકારણમાં તાલુકા પંચાયત બાદ યાર્ડ સૌથી મહત્વની સંસ્થા છે માર્કેટિંગ યાર્ડના પ્રતિનિધિઓને ગામડામાં આવેલી સહકારી મંડળીના સભ્યો મત આપીને ચુટતા હોય છે. જ્યારે વેપારી વિભાગમાં માર્કેટિંગ યાર્ડમાં લાઇસન્સ ધરાવતા વેપારીઓ મત આપીને તેમના પ્રતિનિધિઓને ચુંટે છે. માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 10 સભ્યો, વેપારી વિભાગમાં 4 અને સંઘ પ્રોસેસિંગના 1 સભ્ય ચૂંટાઈ આવે છે. જ્યારે એક સભ્ય ચંદ્રપુર ગ્રામ પંચાયત ઠરાવ કરીને તેમનો પ્રતિનિધિ મોકલે છે. આ ઉપરાંત બે અધિકારીઓ પણ સભ્ય તરીકે હોય છે, જેમાં એક જિલ્લા ખેતીવાડી અધિકારી અને બીજા જિલ્લા રજીસ્ટ્રાર પણ માર્કેટિંગ યાર્ડ ના સભ્ય રહે છે અને તેઓને દરેક નિર્ણયમાં મતનો અધિકાર પણ હોય છે.

આજે પ્રસિદ્ધ થયેલા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ના જાહેરનામા મુજબ ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ છે

  • મતદારયાદીનું આખરી પ્રકાશન – ૨૯/૧૧/૨૦૨૧
  • નિયુક્તિ પત્રો (ફોર્મ) આપવાની તારીખ – ૩૦/૧૨/૨૦૨૧
  • નિયુક્તિ પત્રોની પાથમિક પ્રસિધ્ધિ – ૩૦/૧૨/૨૦૧
  • નિયુક્તિ પત્રોની ચકાસણી – ૩૧/૧૨/૨૦૧૧
  • નિયુક્તિ પત્રો પાછા ખેંચવાની તારીખ – ૦૩/૦૧/૨૦૨૨
  • ઉમેદવારોની યાદીની આખરી પ્રસિધ્ધિ – ૦૩/૦૧/૨૦૨૨
  • મતદાનની તારીખ – ૧૧/૦૧/૨૦૨૨
  • મતગણતરીની તારીખ – ૧૨/૦૧/૨૦૨૨
  • ચૂંટણીના પરિણામની જાહેરાત – મત ગણતરી પુર્ણ થયે તુરત જ

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો