Placeholder canvas

વાંકાનેરમાં ગુલશન પાર્કને ધમરોળતા ચોર: એક નહીં પણ ત્રણ જગ્યા થઈ ચોરી…!!!

પોલીસ ગુલશન પાર્કમાં થયેલ ચોરીની આજુબાજુમાં તપાસ કરતા અન્ય બે જગ્યાએ પણ ચોરી થયાનું પોલીસ જોયું….!!

શહેર પીએસઆઇ જાડેજાની આગેવાનીમાં ચોર શોધવાની કવાયત ચાલુ… આજુબાજુમાં સીસીટીવી કેમેરા તપાસ્યા….

આવડા મોટા ગુલશન પાર્ક માં લગભગ કોઈના ઘરે સીસીટીવી કેમેરા નથી

વાંકાનેર ગતરાત્રે કોઇપણ પ્રકારના ડર વગર ચોરે ગુલશન પાર્ક ધમરોળી નાખ્યો છે, ગુલશન પાર્કમાં એક જ નહીં પણ ત્રણ ત્રણ જગ્યાએ ચોરી થયાનું સામે આવ્યું છે.

ગુલશન પાર્કમાં મકબુલભાઈના ઘરે થયેલ ચોરીની તપાસ અર્થે ગયેલી પોલીસે પગેરું શોધવા માટે ગુલશન પાર્કના અન્ય વિસ્તારમાં તપાસ કરતા હતા ત્યારે ગુલશન પાર્કમાં આવેલ સબ સેન્ટરની બાજુમાં નીર એન્ટરપ્રાઇઝ ના માલિક સવારે દુકાને પહોંચ્યા અને તાળા ખુલ્લા જોયા એવામાં પોલીસ પણ ત્યાં પહોંચતાં તેમને સ્વભાવિક રીતે પૂછ્યું કે ભાઈ તમારે ત્યાં તો કાંઈ થયું નથી ને ? ત્યારે નિર એન્ટરપ્રાઇઝમાં આવેલી વ્યક્તિ તાળા ખુલ્લા હોવાનુ કહ્યું. અને સટર ખોલતા અંદર ટેબલનું ખાનું ખુલ્લું હતું તપાસતા ટેબલના ખાનામાં રહેલા રૂપિયા 7400 અને એક લેપટોપ ચોર લઈ ગયા હતા.

નિર એન્ટરપ્રાઇઝમાંથી પોલીસ તપાસ અર્થે આગળ વધી તો એપફ્રો ની ઓફિસ પાસે પહોંચતા પીએસઆઇ જાડેજા ને શંકા જતા તેઓ એ એક વ્યક્તિને દીવાલ ટપાળીને અંદર મોકલતા ત્યાં પણ ચોર તાટક્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે એપફ્રોની ઓફિસમાં ચોર તાળા તોડીને અંદર તો ગયેલા પણ ત્યાંથી કોઈ પણ વસ્તુની ચોરી થઇ ન હોવાનું સામે આવ્યું છે.

નીર એન્ટરપ્રાઇઝમાં દુકાનના શટરે મારેલા તાળાને કોઇ પ્રકારનું નુકસાન કર્યા વગર ખુલ્લા જોવા મળ્યા હતા, જેથી અંદાજ કરી શકાય કે અહીંયા ચોરે ડુપ્લીકેટ ચાવીથી તાળા ખોલ્યા હશે.

આમ વાંકાનેરમાં એક જ રાત્રે શહેરની ભાગોળે આવેલી સોસાયટી ગુલશન પાર્ક માં 3 ઘરને ટાર્ગેટ બનાવીને ચોરી કરીને પોતાનું કામ ઉતારી ગયા છે. ત્યારે પોલીસ સક્રિય થાય અને પેટ્રોલીંગ વધારે કેમકે હવે શીયાળો આવી રહ્યો છે, ત્યારે દર વર્ષે આવા ચોરીના બનાવો વધતા હોય છે. આ વર્ષે હજુ ગુલાબી ઠંડીની શરૂઆત પણ માંડ થઈ છે ત્યાં જ ચોરે પોતાના કામની શરૂઆત કરી દીધી છે. છેલ્લે લોકોને એટલું જ કહેવાનું કે “જાગતા રહેજો”

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો