Placeholder canvas

હવે, ગ્રેજ્યુએશનના ચાર વર્ષ પછી સીધુ Ph.D થઈ શકશે.

ગાંધીનગર: વર્તમાન શિક્ષણનીતિમાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે ટૂંકમાં જ નવી શૈક્ષણિક રીતે જાહેર થશે તેમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કેજી ની કોઈ માન્યતા નહોતી પરંતુ હવે કેજીને પણ બાળકોના અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યો છે અને ધોરણ એકમાં જે અત્યાર સુધી સાડા પાંચ વર્ષની ઉંમરે પ્રવેશ આપવામાં આવતો હતો તે હવે સાત વર્ષની ઉંમરના બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.

દસમા ધોરણ ની પરીક્ષા બોર્ડ નહીં લે આ પરીક્ષા સ્કૂલે જ લેવા રહેશે. હવે બોર્ડની એક્ઝામ માત્ર ધોરણ 12 ની જ રહેશે, આ ઉપરાંત કોલેજના પણ ચાર વર્ષ કરવામાં આવ્યા છે. આમ નવી શૈક્ષણિક નિતીમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.

મળી રહેલી માહિતી મુજબ અત્યાર સુધી phd કરવા માટે ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષ અને માસ્ટરના બે વર્ષ પછી phd થઈ શકતું હતું જ્યારે હવે નવી શિક્ષણનીતિમાં ગ્રેજ્યુસનના ચાર વર્ષ બાદ ડાયરેક્ટ પીએચડી કરી શકાશે. આવી જાહેરાત આજે ugc ના ચેરમેન જગદીશ કુમાર કરી છે. આ બાબતની વધુ વિગત પણ ટૂંકમાં જાહેર થઈ જશે.

વિદ્યાર્થીઓને પહેલા કરતા વધુ સુવિધાઓ મળશે
યુજીસી મારફતે બહાર પાડવામાં આવેલ નવો અભ્યાસક્રમ NEP 2020 પર આધારિત છે. આ અંતર્ગત નિયમોમાં રાહત રહેશે અને વિદ્યાર્થીઓને પણ પહેલા કરતા વધુ સુવિધાઓ મળશે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ ચાર વર્ષ અંડરગ્રેજ્યુએટ કર્યા બાદ હવે પીએચડી કરી શકશે. તેમને માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ્સમાં પ્રવેશ લેવાની જરૂર રહેશે નહીં.જે વિદ્યાર્થીઓ એક કે બે સેમેસ્ટર પૂર્ણ કર્યું હોય તેમને પસંદ કરેલા વિષયમાં પ્રમાણપત્ર મળશે. જ્યારે વિદ્યાર્થીઓને બે વર્ષ કે ચાર સેમેસ્ટર કર્યા બાદ ડિપ્લોમા મળશે. સાથે જ બેચલર ડિગ્રી ત્રણ વર્ષ કે 6 સેમેસ્ટર બાદ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીને ચાર વર્ષ કે આઠ સેમેસ્ટર પૂર્ણ થવા પર ઓનર્સ ડિગ્રી આપવામાં આવશે. ચોથા વર્ષ પછી, જે વિદ્યાર્થીઓએ પ્રથમ 6 સેમેસ્ટરમાં 75 ટકા અથવા તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓ રિસર્ચ વર્ક પસંદ કરી શકે છે. 

આ સમાચારને શેર કરો