ગુજરાતરાજકીય

ગુજરાત ‘આપ’ના પ્રમુખની જવાબદારી અલ્પેશ કથીરિયાને મળશે? અટકળો શરૂ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આપનું સંગઠન દેશ અને ગુજરાતમાં મજબૂત બનાવવા માટે ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારો થનાર છે તેવા અહેવાલો મળે છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નવા પ્રમુખ તરીકે અલ્પેશ કથીરિયા આવી રહ્યા ની અટકળો શરૂ થઈ ગઈ છે અને તેમની જાહેરાત પણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે અલ્પેશ કથીરિયા ને ગુજરાત આપના પ્રમુખ બનાવવામાં આવે તો ગોપાલ ઇટાલિયન ને શું જવાબદારી સોપાશે ?

અંગે બાબતે મળતી વધુ માહિતી મુજબ ગોપાલ ઇટાલીયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી મળે તેવી શક્યતા લાગી રહી છે. આ મામલે આપના પાંચ ધારાસભ્યો સાથે રાજ્યના તમામ આગેવાનો દિલ્હી પહોંચ્યા છે. આ તમામ બાબતની ટૂંકમાં જાહેરાત થઈ શકે છે.

આ સમાચારને શેર કરો