Placeholder canvas

હવે તપાસ કમીટી રચાશે, સહાય અપાશે…પણ હોમાઈ ગયેલી જિંદગીઓનું શું?

મોરબીમાં જે ઝુલતો પૂલ તૂટી પડ્યો તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક બાળકો પણ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા છે. હવે સહાયો જાહેર થશે, તપાસ કમીટી રચાશે, પરંતુ જેણે બાળકો ગુમાવ્યા, જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા, જે લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા એની જવાબદારી કોની? કંઈપણ થાય, પરંતુ કોઈની બેદરકારીનો ભોગ આ નિર્દોષ લોકો બન્યા, તેની જવાબદારી કોની?

ચૂંટણી પૂર્વે જ ગુજરાતમાં મોટી દુર્ઘટનાઃ રાજ્ય સરકાર ઘેરાઈ!

ચૂંટણી પૂર્વે જ ગુજરાતમાં મોરબીનો ઝુલતો પૂલ તુટવા જેવી મોટી દુર્ઘટના સર્જાતા ગુજરાતની ભાજપ સરકાર ઘેરાઈ છે. વિપક્ષ સહિત અનેક લોકો કહી રહ્યા છે કે, આ એક મોટી બેદરકારી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આવો ઐતિહાસીક પૂલ સમારકામ બાદ ફિટનેસ સર્ટીફિકેટ વગર પુલ સીધો જ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. આમ ગુજરાતમાં બરાબર ચૂંટણી ટાણે ગુજરાતની ભાજપ સરકાર બરાબરની ઘેરાય ગઈ છે. લોકો અને મતદારો શુ કરે છે તે સમય જ બતાવશે.

આ સમાચારને શેર કરો