Placeholder canvas

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ આંક ૧૪૧ પર પહોંચ્યો, મૃતકોમાં 25 બાળકો.

૨ વ્યક્તિ મિસિંગ હોવાનું પણ રેંજ આઈજીએ જણાવ્યું.

મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા. જેમાં 25થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. હજુપણ બે લોકો ગાયબ છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્મ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃત્યુ આંકમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં આખી રાત રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચલાવાયું હતું જેના પગલે મૃત્યુ આંક પણ વધવા પામ્યો છે અને સવાર સુધીમાં કુલ ૧૪૧ લોકોના મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે

રાજકોટ રેંજ આઈજી અશોક યાદવે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરુ કરી છે દુર્ઘટના માટે જવાબદાર જે કોઈ હશે તેને છોડવામાં નહિ આવે અને કડક કાર્યવાહી કરવામાં આવશે તો મૃત્યુ આંક વધીને ૧૪૧ થયો હોવાનું રેંજ આઈજી પાસેથી જાણવા મળ્યું છે એટલું જ નહિ બે વ્યક્તિ મિસિંગ હોય જેની પણ શોધખોળ ચાલી રહી છે

આ સમાચારને શેર કરો