Placeholder canvas

ઝૂલતો વિકાસ : 60ના મોત, મૃતકોમાં 10થી વધુ બાળકો, મોતનો આંકડો હજી પણ વધી શકે છે.

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે.

પાલિકાના ચીફ ઓફિસરનો ઓરેવા ટ્રસ્ટ પર આક્ષેપ

મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, પુલનો કોન્ટ્રાકટ આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

મોરબીનો ઝૂલતા પૂલનું મેન્ટેનસ કરનાર કંપનીના MD ભૂગર્ભમાં

મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. ત્યારે આ પુલ તૂટવાથી સરકાર સામે અનેક સવાલો ઉભા થયા છે. અત્યારે ઓરેવા ગ્રુપના MD ભૂગર્ભમાં ચાલ્યા ગયાની (બિનઆધારભૂત) માહિતી બહાર આવી રહી છે.

વધુ અપડેટ્સ

  • જામનગર અને જૂનાગઢથી વધુ એમ્બ્યુલન્સ મોરબી જવા રવાના
  • મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી
  • રાષ્ટ્રપતિ મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું
  • પોલીસે SIT (પાંચ સભ્યો)ની રચના કરી
  • 1 રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
  • 2 કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
  • 3 ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
  • 4 સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન
  • 5 સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી જવા રવાના
  • મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ
  • .
  • ઓરેવા ટ્રસ્ટના જયસુખ ઓધવજી પટેલ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ
  • જવાબદાર ઓરેવા ટ્રસ્ટ સામે કાર્યવાહી કરવાની લોકોમાં માંગ
  • મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા એકત્ર થવા લાગ્યા
  • 75 લોકોને હોસ્પિટલમાં પહોંચાડાયા છે અને હજી 75 લોકો લાપતા છે: હર્ષ સંઘવી
  • અમારી 18 એમ્બ્યુલન્સ કામે લાગી છે- ઇમરજન્સી સર્વિસના પીઆરઓ વિકાસ બિહાની
  • 50 કરતાં વધુ લોકોને નદીની બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
  • 50 જેટલા દર્દીના વાઈટલ જ મળતા નથી તેમ છતાં તેમને હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
  • મોરબી જવાના તમામ રસ્તાઓ પર ચિક્કાર ટ્રાફિક
  • 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા
  • કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર સહાય જાહેર
  • CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી આવ્યા
  • CM ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
  • મંત્રી બ્રિજેશ મેરજાએ 40થી વધુના મોત થયા હોવાનું જણાવ્યું સંઘવી
આ સમાચારને શેર કરો