Placeholder canvas

આગામી 36 કલાક ગુજરાત માટે ભારે: બિપરજોય વાવાઝોડું જખૌ તરફ આગળ વધ્યું…

બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતો મુજબ આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ ભારે વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે.

ગુજરાતની માથે બિપોરજોયવાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. આ દરમિયાન હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી કરી છે કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જામનગર, પોરબંદર, મોરબીમાં પણ ભારે વરસાદ તો ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

આ સમાચારને શેર કરો