Placeholder canvas

વાંકાનેર પોલીસને સલામ : વૃધ્ધાને ખભે ઉચકી જયારે નાના બાળકનું રેસ્ક્યુ કરી આશ્રયસ્થાન ખસેડ્યા

વાંકાનેર: ‘બિપરજોય’ વાવાઝોડાને પ્રતાપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર સિટી પોલીસના મહિલા પોલીસકર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ધરવામાં આવી ત્યારે મહિલા પોલીસ દ્વારા ખડીપરા વિસ્તારમાં નાના બાળકથી લઇને વૃદ્ધાને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.

મળેલી માહિતી મુજબ હાલ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ઘણાં એવા વૃદ્ધો પણ છે. જે ચાલવામાં અસમર્થ છે તો નવજાત શિશુ તો શું કહેવું? જેમણે દુનિયામાં આવતાની સાથે ‘બિપરજોય’ વાવાઝોડાનું સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાંકાનેર સિટી પોલીસના મહિલાકર્મીઓ અશક્તોનો ટેકો અને બાળકોનું બળ બન્યા છે.

જ્યાં નવાપરામાં વાંકાનેર સિટી પોલીસની ટીમ સ્થળાંતરની કામગીરી હાથધરી છે. ત્યારે ખડીપરા વિસ્તારમાં એક વૃદ્ધા ચાલવામાં અસમર્થ હતા. આવા સમયે પળવારનો પણ વિલંબ કર્યા વગર બે મહિલા પોલીસકર્મીઓએ તેમને ઊંચકીને વૃદ્ધાનો ટેકો બની તેમને સિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેના શેલ્ટર હોમમાં રેસક્યું કર્યા હતા. તો બીજી તરફ એક સગર્ભા અને તેનું ૧૦ દિવસનું કુમળું બાળક ત્યાં હોવાની જાણ થતાં તુરંત વાંકાનેર સિટી પોલીસની ટીમ ત્યાં પહોચી હતી અને બાળકને હવામાનની અસર ન થાય તે પ્રકારે ઢાંકીને સુરક્ષિત રીતે તેની માતા અને અન્ય પરિજનો સાથે રેસક્યું કરીને સિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેના શેલ્ટર હોમમાં રેસક્યું કરવામાં આવ્યા હતા.

વિડીયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

https://fb.watch/l90HxDno4c/?mibextid=Nif5oz

વધુ એક વીડિયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

https://fb.watch/l90PhwM1sJ/?mibextid=Nif5oz

આ સમાચારને શેર કરો