Placeholder canvas

વાંકાનેર: નવાપરા ખડીપરા વિસ્તારમાં બે મહિલા સહિત છ શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેર: નવાપરા ખડીપરા વિસ્તારમાં બે મહિલા સહિત છ શખ્સો જાહેરમાં જુગાર રમતા રંગે હાથે પકડાયા છે. વાંકાનેર સીટી પોલીસ ટીમને મળેલી ખાનગી બાતમીને આધારે નવાપરા ખડીપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે મહિલા અને ચાર પુરુષ સહિત કુલ છ શખ્સોને રોકડ રકમ રૂ. 15,490 ના મુદ્દામાલ સાથે પકડી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પો.કો. પરબતભાઇ મર્યાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા પટ્ટમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). ગફારભાઇ ઈસ્માઈલભાઈ મોવર, ૨). અલિઅસગરભાઈ ઓસ્માનભાઈ શેખ, ૩). ઈસ્માઈલભાઈ મામદભાઈ શેખ, ૪). ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ શેખ, ૫). શાંતીબેન ભીમજીભાઈ રાઠોડ અને ૬). રેશ્માબેન ઈસ્માઈલભાઈ શેખને રોકડ રકમ રૂ. 15,490 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં હોડ કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પરબતભાઇ મર્યા, પ્રતિપાલસિંહ વાળા, કુષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી સહિતના જોડાયા હતા.

આ સમાચારને શેર કરો