Placeholder canvas

ખેડાના કઠલાલ ખાતે એક કાર્યક્રમમાં નૌતમ સ્વામી પ્રવચન આપતી વખતે ઢળી પડ્યા.

કઠલાલ શહેરમાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ગતરોજ રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મસેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ ધર્મસેના કઠલાલ શહેર અને તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને મધ્યાહન ભાગમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામના નૌતમ સ્વામી પોતાનું પ્રવચન પૂર્ણ કરી રહ્યા હતા અને અંતમાં સૌને જય શ્રી રામના નારા લગાવતા હતા. દરમિયાન એકાએક સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. અચાનક બેભાન થતાં સંતુલન ગુમાવી દીધું હતું. જોકે, તેમને નજીક રહેલા કાર્યકર્તાઓએ ઝીલી લીધા હતા. બાદમાં તુરંત મોરસનો ફાંકો મારી લેતા તેઓનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું હતું.

કઠલાલમાં હિંદુ ધર્મસેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કઠલાલ શહેર અને તાલુકાના 700થી વધુ કાર્યકરો જોડાયા હતા. આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિન્દુ ધર્મસેનાના પદ નિયુક્તિ કાર્યક્રમમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામના નૌતમ સ્વામી, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે નિવાસદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ, અનિરુદ્ધગીરી મહારાજ પણ હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો