Placeholder canvas

મોરબી જિલ્લા ભાજપમાં નવા નિમણૂક પામેલા વાંકાનેરના હોદ્દેદારોનું સન્માન કરાયું.

વાંકાનેર: આજરોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે મોરબી જિલ્લા ભાજપની ટીમમાં નવા નિમણૂક પામેલા વાંકાનેરના હોદ્દેદારોનું વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને અને કાર્યકરોની હાજરીમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવા વરાયેલ મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ અને અશ્વિનભાઈ મેઘાણી, જિલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન રમેશભાઈ વોરા,, જિલ્લા ભાજપ મંત્રી આનંદભાઈ સેતા, જિલ્લા ભાજપના કોષાઅધ્યક્ષ પ્રભુભાઈ વિંજવાડીયા ઉપરોક્ત તમામનું સન્માન કરવા માટે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કીશોરસિંહ ઝાલા વાંકાનેર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ હકાભાઈ ધરજીયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા. તેમજ વાંકાનેર તાલુકા ભાજપ અને શહેર ભાજપના કાર્યકરો તેમ જ વાંકાનેર શહેરના બુથ પ્રમુખો અને વાંકાનેર શહેરના અલ્પકાલીન વિસ્તારકો અને વાંકાનેરમાંથી બોહળી સંખ્યામાં કાર્યકરો હાજર રહેલ

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારે જેહેમત ઉઠાવી હતી

આ સમાચારને શેર કરો