Placeholder canvas

વાંકાનેર: રાષ્ટ્રીય મતદાતા દિવસની એલ કે સંઘવી કન્યા વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર: આજરોજ 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ, આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણ શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા આને વિશેષ ઉપસ્થિતિમાં મોરબી કલેકટર ઓફિસમાંથી નાયબ મામલતદાર ખેર જુવાનસિંહ તથા વાંકાનેર મામલતદાર ઓફિસમાંથી નાયબ મામલતદાર મન્સૂરી અને ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા.

25 જાન્યુઆરી 1950 ના રોજ ચૂંટણી આયોગની રચના થઈ તેથી આ દિવસને લોકજાગૃતિ માટે રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે ઉજવવામાં આવેલ છે. આજના આ કાર્યક્રમમાં સૌપ્રથમ જુવાનસિંહ ખેર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપેલ ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લોકશાહી તેમ જ નિષ્પક્ષ ચૂંટણી માટે માર્ગદર્શન આપેલું અને મતદાન જાગૃતિ અંગે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરી પ્રોત્સાહન આપેલ અંતમાં સુંદર વીડિયો નિદર્શન દ્વારા લોકશાહીના સાચા રખેવાળ તરીકે આપણે જાગૃત રહીશું એવો સંદેશ આપેલ અને છેવટે નાયબ મામલતદાર મન્સૂરીએ મતદાન વિશે પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય દર્શનાબેન જાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.

આ સમાચારને શેર કરો