Placeholder canvas

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કામદારોને સેનેટરી ઇન્સ્પેકટર હેરાન કરતા હોવાની ફરિયાદ

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કામદારોને સેનેટરી ઇન્સ્પેકટર હેરાન કરતા હોવાની ફટીયાદ સાથે સફાઈ કામદારોએ મામલતદાર અને ચીફ ઓફીસરને આવેદન પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે.

સફાઈ કામદારોએ લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે સેનેટરી ઇન્સ્પેકટર સફાઈ કામદારોને માનસિક હેરાનગતિ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે કામના કલાકો પૂર્ણ થયા બાદ પણ વધારાની કામની કલાકો કામ કરવા ફરજ પાડે છે વધારાનું કામ કેમ કરાવો છો તેવું પૂછતાં હું જે કહું તે કરવાનું, જો કામ ના કરવું હોય તો જતા રહો કહીને જેમ ફાવે તેમ બોલે છે

સફાઈ કામદારોને ભૂગર્ભ ગટર અને મેઈન ગટરમાં ઉતારે છે ચાલુ વરસાદે કામ માટે બોલાવે છે તેમજ તમારે જેની પાસે જવું હોય ત્યાં જાવ મારૂ કોઈ કાઈ બગડી શકવાનું નથી કહીને હેરાનગતિ કરતા રહે છે સેનેટરી ઇન્સ્પેકટર મહિલા કામદારોને પણ મનફાવે તેવી રીતે ગેરવર્તન કરે છે. સેનેટરી ઇન્સ્પેકટરના આવા ત્રાસમાંથી મુક્તિ અપાવી સફાઈ કામદારોને ન્યાય મળે તેવી માંગ કરી છે, તેમજ યોગ્ય નિરાકરણ નહિ આવે તો સફાઈ કામદારો ૩ દિવસમાં હડતાલ પર જતા રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચારને શેર કરો