Placeholder canvas

વાંકાનેર: રેલવે સ્ટેશને ટેલિકોમ ઓફિસમાં લાગી આગ…

વાંકાનેર : આજે વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવેની ટેલિકોમ ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાની મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવે વિભાગની ટેલિકોમ કચેરીમાં આજે વહેલી સવારમાં આગ ભભૂકી ઉઠતા કચેરીમાં રહેલી ઇલેક્ટ્રોનિક સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ટેલિકોમ કચેરીમાં ત્રણ એસી હતા તે પણ આગમાં બળીને ભસ્મીભૂત થઇ ગયા છે.

આ સમાચારને શેર કરો