મોરબીના TRB જવાનનો વિડિઓ વાયરલ “હપ્તો હવે 500નો થઈ ગયો છે”
મોરબી : મોરબીમાં દલવાડી સર્કલ નજીક ફરજ પરના ટીઆરબી જવાનનો હપ્તો માંગતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં 100ની જગ્યાએ 500 રૂપિયાનો હપ્તો થઈ ગયો હોવાનું ટીઆરબી જવાન બોલી રહ્યાનું દેખાઈ આવે છે. આ વીડિયોથી ટ્રાફિક નિયત્રણ માટે મુકાયેલા ટીઆરબી જવાનોની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
મોરબીમાં એક ટીઆરબીનો જવાન ખુલ્લેઆમ હપ્તા માંગી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ટીઆરબીના જવાનનો ચહેરો દેખાતો નથી. તેની પાછળથી કોઈએ વીડિયો ઉતાર્યો હોવાનું લાગે છે. વિડીઓમાં મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ કેબિનના સ્ટુલ ઉપર બેઠેલો ટીઆરબીનો જવાન કોઈ શખ્સ પાસે હપ્તો માંગતો દેખાઈ છે. વીડિયોમાં એક શખ્સ તેને 100 રૂપિયાનો હપ્તો દેવાનું કહે છે પણ આ ટીઆરબીનો જવાન રૂ.100 ને બદલે હવે 500 રૂપિયાનો હપ્તો થઈ ગયાંનું કહી રહ્યો છે. જોકે ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવતા ટીઆરબીના જવાનો પછળ કોનો દોરી સંચાર છે? કોના છુપા આશીર્વાદથી આ હપ્તાખોરીનું દુષણ ચાલી રહ્યું છે? આ હપ્તામાં કોણ કોણ ભાગ બટાઈ કરે છે? તે સહિતની બાબતે ઉચ્ચ અધિકારી તટસ્થ તપાસ કરવી જોઈએ.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…