Placeholder canvas

SSC બોર્ડની પરીક્ષામાં વિરમગામના પત્રકાર મુન્ના વહોરાની દિકરી ૯૯.૭૯ P.R સાથે વિરમગામમાં ત્રીજુ સ્થાન મેળવ્યુ.

By Arif Divan

માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ધોરણ ૧૦ SSC બોર્ડની પરીક્ષામાં વિરમગામ શહેરમાં આનંદ મંદિર સ્કૂલમાં

અભ્યાસ કરતી અને વિરમગામ શહેરમાં માલીવાડ વિસ્તારમાં રહેતા પિતા પત્રકાર મુન્નાભાઈ વોરાની દીકરી ફલક મુનવ્વરહુશેન ( મુન્ના વોરા) એ ૯૯.૭૯ પર્સનટાઈલ મેળવી સમગ્ર મુસ્લિમ સમાજ, વહોરા સમાજ તેમજ પરિવાર સહિત સમગ્ર વિરમગામનું ગૌરવ વધાર્યું છે.

ફલકના પિતા મુન્નાભાઈ વોરાએ જણાવ્યું હતું કે સખત પરિશ્રમ અને અથાગ મેહનત કરી મારી દીકરી ફલકબાનુ એ ૯૯.૭૯ પર્સનટાઈલ મેળવીને વિરમગામ શહેરની આનંદ મંદિર સ્કૂલમાં, વિરમગામ શહેરમાં ત્રીજા ક્રમે અને ઈકરા ગૃપ ટ્યુશન ક્લાસીસમાં પ્રથમ ક્રમે આવી પરિવારનું નામ રોશન કર્યું છે.

ત્યારે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે, દીકરી ફલકબાનુબાનુ એ મેળવેલી સિદ્ધિ ને લોકોએ બિરદાવી હતી અને દિવસભર ફોન મેસેજ સહિત સોશ્યલ મીડિયા પર શુભેચ્છાઓ નો વરસાદ થયો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો