Placeholder canvas

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : હજુ એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન ચાલુ 

મોરબીમાં રવિવારે સાંજે બનેલી ગોઝારી દુર્ઘટનામાં ઝૂલતા પુલ પરથી અનેક લોકો નદીમાં પટકાયા હતા, નદીમાંથી 135 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, અને હાલ 22 લોકો સારવાર હેઠળ છે. જ્યારે નદીમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે. ત્યારે પંજાબનો એક વ્યક્તિ હજુ પણ લાપતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હોનારતમાં રેસ્ક્યુ કામગીરી હજુ પણ યથાવત છે. લશ્કરી સેના, એનડીઆરએફ અને ફાયર વિભાગ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી મળી રહી છે. આ મુદ્દે મોરબીના જિલ્લા કલેક્ટ પંડ્યા સાથેની વાતચીત દરમિયાન એવા સમાચાર મળ્યા છે કેપંજાબનો એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. અને તેને શોધી કાઢવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

હાલ ઝૂલતા પુલના દુર્ઘટના ગ્રસ્ત સ્થળ પર સાંસદ મોહન કુંડારિયા, અધિક કલેકટર એન.કે.મૂછાર, પ્રાંત અધિકારી દેવેન્દ્ર સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ પહોચ્યા છે. જ્યાં તેઓ રેસ્કયુ અભિયાન ચલાવનાર ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો