Placeholder canvas

મોરબી: ઝુલતા પુલ દુર્ધટના મામલે નગરપાલિકાનું વિસર્જન થશે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા પ્રમાણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃતકોને વધારાનું વળતર ચૂકવાશે. જેમાં મૃતકોના પરિવારને 10 લાખ વળતર ચૂકવવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એક લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. આ સાથે જ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી નગર પાલિકા વિસર્જિત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે

આ કેસની સુનાવણી દરમિયાન રાજ્યના તમામ બ્રિજની સ્થિતિનો સરવે કરીને રાજ્ય સરકારે એક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હતો. તે ઉપરાંત રાજ્યમાં ફરીવાર આવી કોઈ ગોઝારી દુર્ઘટના ન ઘટે તે માટેની તકેદારીઓને લઈને કોર્ટે અવલોકન કર્યું હતું. હેરિટેજ ઇમારતોની પણ ચોક્કસ જાળવણી રાખવા હાઇકોર્ટે ટકોર કરી હતી.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને લઈને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગરપાલિકા વિસર્જિત કરવાની કાર્યવાહી કરાશે. એડવોકેટ જનરલની કોર્ટને ખાતરી આપવામાં આવી હતી.

30 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. આ બ્રિજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપે કામ સોપ્યું હતું. પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ પણ કરવામાં નથી આવી. જેથી લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આપેક્ષ કરી રહ્યાં હોવાની માહિતી મળી હતી.

આ સમાચારને શેર કરો