skip to content

મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ટંકારા તાલુકાના શિક્ષકોએ મેદાન માર્યું

By જયેશ ભટાસણા -ટંકારા
ટંકારા: જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા તા.6 અને 7 જાન્યુઆરી ના રોજ મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ – લજાઈ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના કુલ 32 જેટલા શિક્ષકોએ પોતે કરેલા ઇનોવેશન રજૂ કર્યા હતા.

જેમાંથી પ્રાથમિક વિભાગના પ્રથમ ત્રણ નંબરમાંથી દ્વિતીય અને તૃતીય નંબર પર અનુક્રમે નેકનામ કન્યા શાળાના આ.શિ. પટેલ વિધિબેન તેમજ મિતાણા તાલુકા શાળાના આ.શિ. કલ્પેશભાઈ પટેલ તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પર બહુચર વિદ્યાલય મિતાણાના આચાર્યશ્રી વાટકીયા પ્રવિણભાઈની પસંદગી કરવામાં આવી છે.

હવે આગામી સમયમાં રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં આ શિક્ષકો મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે.

જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ માટે પસંદ થયેલ પાંચ શિક્ષકો પૈકી ત્રણ ટંકારા તાલુકાના શિક્ષકોની પસંદગી થતા ત્રણેય શિક્ષકોને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.આર.ગરચર, બી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રી કલ્પેશભાઈ ફેફર, ટંકારા તા.પ્રા.શિ. સંઘના પ્રમુખશ્રી છાયાબેન માકાસણા, મહામંત્રીશ્રી વિરમભાઈ દેસાઈ, ઉપપ્રમુખશ્રી કૌશિકભાઈ ઢેઢી તેમજ તમામ સી.આર.સી. અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચારને શેર કરો