skip to content

મોરબી જિલ્લામા ગઈ કાલે કોરોનાના 318 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં ગઈ કાલે કોરોના પોઝિટિવનાં કુલ 318 કેસ નોંધાયા હતા,જેમાં શહેરી વિસ્તારમાં133 અને ગ્રામ્ય માં 119 કેસ હતા.

જ્યારે તાલુકા વાઇઝ જોઈએ તો વાંકાનેર તાલુકામાં 26 , હળવદ તાલુકામા 08, ટંકારા તાલુકામાં 28 , જ્યારે માળિયા તાલુકામાં 06 કેસ નોંધાયા હતા. તેમજ ગઈ કાલ સુધીમાં કુલ 884 એક્ટિવ કેસ છે,તેમજ કુલ 57 વ્યક્તિ સાજા થતા ડીસચાર્જ કરાયેલ છે.

ગઈ કાલે લેવાયેલ સેમ્પલ ની સંખ્યા 1736 છે ,જેમાં 318 કેસ કોરોના પોઝિટિવ આવેલ છે. તેમજ આજ દિવસ સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 7694 ,જ્યારે આજ સુધી સાજા થનારની સંખ્યા 6489 હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની એક યાદી મા જણાવવામા આવેલ છે.

આ સમાચારને શેર કરો