આરોગ્યવાંકાનેર

તીથવા PHCના રાતીદેવળી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામા આવી…

આજ રોજ તારીખ ૧૬ મે ના રોજ ડેન્ગ્યુ દિવસ ના નિમિતે વાંકાનેર તાલુકાના તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રાતીદેવળી આયુષ્માન આરોગ્ય મંદિર ના તમામ સ્ટાફ દ્વારા ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી કરવામા આવેલ. જેમાં ડેન્ગ્યુ શુ છે અને કેવી રીતે ફેલાય છે અને તેને રોકવા માટે શુ શુ પગલા લેવા જોવે તેના માટે વિવિધ આઇ ઇ સી દ્વારા માર્ગદશન આપવા મા આવેલ અને વિવિધ આઇ ઇ સી કરવામા આવેલ.

ડેન્ગ્યુ તાવ શુ છે? સૌપ્રથમ એના માટે આપને જાણવું જરૂરી છે . ડેન્ગ્યુ તાવ એ મચ્છર થી થતો રોગ છે .જેના મચ્છર ચોખા પાણી માં ઇંડા મૂકે છે અને તેમાંથી મચ્છરની ઉત્પત્તિ થાય છે. ચોખા પાણી જેવા કે પક્ષી કુંડ, બોટલ, ફૂલદાની, ટાયર, ફ્રીજ ની ટ્રે, વિગેરે જ્યાં બંધીયાર પાણી હોઈ એવી જગીયા પર ડેન્ગ્યુ ના મચ્છર ઇંડાં મૂકે છે. અને તેમાં થી મચ્છર ની ઉત્પતિ થયા છે.

  • ડેન્ગ્યુના લક્ષણો વિશે પણ સમજણ આપવામા આવેલ.
  • જેમાં અતિશય તાવ આવવો,અતિશય માથા નો દુખાવો,અતિશય સ્નાયુ અને સાંધાનો દુખાવો,આંખ ની પાછળ ના ભાગ મા દુખાવો થવો આ બધા લક્ષણો જોવા મળે છે.અને સાથે ઉલ્ટી અને ઉબકા પણ હોય છે.અને અતિશય નબળાઈ પણ જોવા મળે છે

ડેન્ગ્યુ ફેલાતો અટકાવવા માટે શુ શુ કરવુ જોઈએ.

  • પક્ષી કુંડ સાફ કરવા.
  • ભરાયેલ પાણી નો નિકાલ કરવો.
  • પાણી ભરેલા પાત્રો ઢાંકી ને રાખવા.
  • મચ્છર દાની નો ઉપયોગ કરવો.
  • ગપ્પી ફિસ માર્ગદશન.
    રાતીદેવળી અને નવી દેવળી ગામ ખાતે વિવિધ આ.ઈ.સી અને આંગળવાડી કેન્દ્ર પર ગપ્પી ફિશ દેખાડવા માં આવેલ અને જાહેર સ્થળ પર વિવિધ પોસ્ટર
    દ્વારા અને મચ્છર ઉત્પતિ જગિયા બતાવીને માહિતી આપવામાં આવેલ.
આ સમાચારને શેર કરો