ગુજરાત પર તાટકશે વાવાઝોડું, ભારે વરસાદની આગાહી…

ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. આ સાથે જ ભયંકર ગરમીના આ 5 બાદ ગુજરાત પર તૌકતે જેવું ભયંકર વાવાઝોડું ત્રાટકવાની અને ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લુનું એલર્ટ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજુ ફરી વળશે. તારીખ 19 થી 23 મે સુધી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી કરાઈ છે. રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવવામાં આવી છે. જેની ગુજરાત, ઓડિશા અને મહારાષ્ટ્ર પર પણ અસર થશે. 22મી મેના રોજ લો પ્રેશર, જ્યારે 24મી મેના રોજ ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે, જે વાવાઝોડામાં ફેરવાઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 22મી મેના આસપાસ લો પ્રેસર સર્જાવાની અને તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે અને 24મી દરમિયાન બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાના આરંભ પહેલા પણ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે, ત્યારે જો આ વાવાઝોડુ શક્તિશાળી બને અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27મી મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધવાની આગાહી પણ કરી છે.
