Placeholder canvas

માવઠું પણ ગુજરાત વાહે પડી ગયું છે : 5થી7 એપ્રિલે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…

રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ એટલે કે 5 થી 7 એપ્રિલના રોજ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 અને 6 એપ્રિલના રોજ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે. જ્યારે 7 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તાપમાન સામાન્ય જેટલું જ રહેશે. અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ડિસ્ટર્બન્સની અસર આ વખતે ગુજરાતમાં વધુ થઈ છે જેના કારણે બેથી ત્રણ વખત ઉનાળાની સિઝન દરમિયાન પણ વરસાદ પડ્યો છે.

આ સમાચારને શેર કરો