Placeholder canvas

વાંકાનેર: સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપધાત

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ લેબર કવાટરમાં શ્રમીકે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ફેવરીટ મીનરલ્સ લેબર કવાટરમાં રહેતા ૩૫ વર્ષીય લક્ષ્મણ સુમુએ ગત તા.૦૩/૦૪ના રોજ અગમ્ય કારણસર પોતાની જાતે ગળેફાસો ખાઇ લીધો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો