વાંકાનેર: માહિકાથી હોલમઢનો રસ્તો બનાવવાની અશ્વિન મેઘાણીની રજુઆત
વાંકાનેર: મહીકા થી હોલમઢ જવાનો રસ્તો વર્ષો પહેલા બન્યો હતો, જે આ વર્ષના ભારે વરસાદના કારણે સંપૂર્ણ ધોવાઈ ગયો હોવાથી નવો બનાવવાની એપીએમસીના વાઇસ ચેરમેન અશ્વિન મેઘાણીએ રજૂઆત કરી છે.
વાંકાનેરના પ્રસિદ્ધ હોલ માતાજીના મંદિર અને મચ્છુ 1 ડેમ પર જવાનો એક માત્ર રસ્તો ચાલુ વર્ષે ખૂબ વરસાદ પડવાથી ધોવાઈ ગયો છે જેથી ધાર્મિક યાત્રાળુઓ, મચ્છુ 1 ડેમ પર જનાર લોકો અને આ રોડ પર આવેલા અન્ય ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ અશ્વિન મેઘાણીએ કલેકટર સમક્ષ રજૂઆત કરી છે કે આ રસ્તો ઘણા સમય પહેલા બનેલો હતો, જે ચાલુ વર્ષે ૧૫૦ ટકાથી વધુ પડેલા વરસાદમાં ધોવાઇ ગયો છે. જેથી તાત્કાલિક નવો રસ્તો બનાવી લોકોને પડતી હાલાકી દૂર કરવાની કલેકટર સમક્ષ અશ્વિન મેઘાણીએ માંગણી કરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…