Placeholder canvas

વાંકાનેરમાં મહાવીર જયંતીની ઉજ્જવણી: શોભાયાત્રા નીકળી

આજના યુગમાં આપણા વિચારો, જીવન જીવવાની રીત, માનવીય સંબંધો જોતાં લાગે છે. સમાજમાં ઈર્ષ્યા, અહંકાર, દંભ, અસત્ય અને હિંસક પ્રવૃતિઓએ મનુષ્ય જીવનને છિન્નવિચ્છિન્ન કરી નાખ્યું છે.

ભગવાન મહાવીરની અહિંસા, અનેકાન્તવાદની ભેંટ, સહનશીલતા, તપશ્ચર્યા, ધીરજ અને સાધર્મિક ભક્તિને જીવનમાં ઉતારવાની જરૂર છે. જેથી ટેકનોલોજીના આ યુગમાં પરિવારો, સામાજીક સંબંધો અને પ્રકૃતિને બચાવી આપણે આત્મનિરીક્ષણ કરીશું તો માનવ જીવનની સફર સાર્થક થવા તરફ આગળ વધી શકીશું એમ સાધ્વીજી ભગવંત સૌમ્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું. શાશ્વત ઓળી કરાવવા વાંકાનેરમાં બીરાજતા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકનો ભવ્ય વરઘોડો દેરાસરજી થી નીકળી મુખ્ય બજારમાં ફરી દેરાસર પહોંચતા ભગવાન મહાવીરને પાંચ પોખણાંથી પોખવામાં આવ્યા હતા અને સમૂહ સ્નાત્રપૂજા ભણાંવવામાં આવી હતી.

તપગચ્છ જૈન સંધની ભગવાન મહાવીરની ચાંદીની પાલખી તથા દિગમ્બર જૈનસંધની ભગવાન મહાવીરની શોભાયાત્રામાં જૈન શ્રાવિકા બહેનોએ સ્તવનો ગાતાં “એક જનમ્યો રાજદુલારો, દુનિયાનો તારણહારો” ત્રિશલાનંદન વીકી જય બોલો મહાવીર કી, “માત્રા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે લોલ ” ના જયઘોષથી વાતાવરણ પવિત્ર બનાવ્યું હતું.

તપગચ્છ જૈનસંધના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ દોશી, મંત્રી શ્રી રાજુભાઈ મહેતા, ટ્રસ્ટી શ્રી નાથુભાઈ દોશી, ડો. અમીનેષ શેઠ, ભુપતભાઈ મહેતા, દિગંમ્બર સંધના ટ્રસ્ટીઓ અને ભાઈઓ – બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા. આ સંધ સ્વામિવાત્સલ્ય જમણનો લાભ સૌ એ લીધો હતો.

નીતિસૂરી સામાયિક મહિલા મંડળ તરફથી વાંકાનેર પાંજરાપોળની ગાયો – વાછડા – વાછડીને ગોળનું પાણી પાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો