Placeholder canvas

જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા પ્રાથમિક શિક્ષક સંઘે ધારાસભ્યને આપ્યું આવેદનપત્ર

જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે ધારાસભ્ય પીરઝાદાને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાત રાજ્યના કર્મચારીઓના બનેલા ‘ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો’ અને ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તરફથી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલ આહવાન અનુસાર આજરોજ તા.૧૪મી એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા અમારી માંગણીઓ સાથે આ આવેદનપત્ર આપવામાં આપ્યું હતું.

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે આ આવેદનપત્રની માંગણી અને લાગણી ધારાસભ્ય પીરઝાદા મારફત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડશો અને રાજ્યના સર્વે કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પુનઃ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી.

શિક્ષકોની મુખ્ય માંગણીઓ:-
➡️જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી.
➡️ફિક્સ પગારનો કેસ નામ. સુપ્રિમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી.
➡️ગુજરાત સરકારશ્રીએ સૈધ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગારપંચની ભલામણો અનુસાર સાતમા પગારપંચના તમામ બાકી ભથ્થાંઓ તુરંત આપવા.
➡️મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી.
➡️તમામ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે આપવું.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો