Placeholder canvas

વાંકાનેર: વિઠ્ઠલપરની મહિલાને જૂડવા બાળકોની ડિલેવરી કરાવતી 108ની ટીમ

by Arif Divan – wankaner
વાંકાનેર: હંમેશા ઇમરજન્સી સારવાર આપતી 108 એમ્બ્યુલન્સને મેડિકલ સારવાર માટે હોસ્પિટલે પહોંચાડવા માટેના કોલ આવતા હોય છે ત્યારે વાંકાનેર 108 ને તા.13/4/2022 ના રોજ 11:24 કલાકે વાંકાનેર તાલુકાના વિઠલપર ગામ ખાતેથી કોલ આવેલ વિઠલપરમાં સંગીતાબેન નામની મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થયેલ જેનો કોલ 108 મળતા 108 વિઠલપર પહોંચી હતી.

જે મહિલાને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર ચાલુ કરી હતી, જેમાં મહિલા હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ ન હોવાથી આ મહિલાની 108માં જ ડિલિવરી કરાવી હતી. મહિલાએ બે જુડવા બાળકોનો જન્મ થયો હતો, જેમાં

૧ પુત્ર અને ૧ પુત્રીને જન્મ અપાવ્યો હતો. આ કામગીરીમાં ઇમરજન્સી 108 વાંકાનેરની ટીમના દિનેશભાઈ ગઢાદરા. તેમજ છેલુભાઈ સંઘાણી સહિતની 108ની ટીમ દ્વારા ફરજના ભાગે સારી કામગીરી કરવામાં આવી હતી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો