Placeholder canvas

વાંકાનેરવાસીઓને આજે મોડી રાત્રે મળી શકે છે “ગુડ ન્યુઝ” એ શું ? જાણવા વાંચો…

આનંદો !! વાંકાનેર વાસીઓને આજે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે એક ખૂબ જ સારા સમાચાર મળવાની જ પૂરેપૂરી શક્યતાઓ છે આ સમાચાર શું હોઈ શકે ? જાણવા માટે આ સમાચાર પૂરેપૂરા વાંચજો

મોરબી જિલ્લાનો સૌથી મોટો વાંકાનેર મચ્છુ ૧ ડેમ 49 ફૂટની કુલ સપાટી ધરાવે છે. આ લખાય છે ત્યારે મચ્છુ ૧ ડેમની હાલની જળ સપાટી 48.40 ફૂટથી ઉપર જતી રહી છે અને પવનના મોજાથી કયા રે કયારેક મચ્છુ ૧ ડેમ ની પાળી પરથી પાણી બહાર નીકળવા લાગ્યું હોવાની માહિતી મળી છે. તેમજ હાલમાં પાણીની આવક પણ સારી એવી માત્રામાં છે.

ડેમમાં પાણીની આવક અને હાલની જળ સપાટી જોતા આજે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે મચ્છુ ૧ ડેમ ઓવરફ્લો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે બની શકે આવતીકાલના કપ્તાન ન્યુઝના સૌપ્રથમ સમાચાર “વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ ૧ ડેમ ઓવરફ્લો” ના સમાચાર આપને આપીએ…

તો હવે આવતીકાલે વાંકાનેર વાસીઓ લાપસીના આંધણ મુકવા માટે તૈયાર રહેજો ગમે ત્યારે આ ખૂબ જ સારા સમાચાર વાંકાનેવાસીઓને મળી શકે છે

આ સમાચારને શેર કરો