Placeholder canvas

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘’મારી માટી,મારો દેશ’’ની થીમ

આપણી માતૃભૂમિની માટી સાથે આપણા સૌનો અતૂટ સંબધ રહેલો હોય છે. માતૃભૂમિની માટી જ લોકોને સાંકળે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષની ઉજવણીની થીમ પણ માટી સાથે જ સંકળાયેલી છે.

‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે. જેને અનુલક્ષીને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે મુખ્ય સચીવની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યના દરેક અધિકારી ઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ વર્ષે તા.9 મી ઓગષ્ટથી આખો મહિનો ‘’મારી માટી,મારો દેશ’’ અતર્ગત ‘’માટીને વંદન, વીરોને વંદન’’ ટેગલાઈન સાથે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. તા.9 થી 15 ઓગષ્ટ સુધી પંચાયત કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવશે.તા.12 થી 20 ઓગષ્ટ સુધી તાલુકા કક્ષાએ, ત્યારબાદ અંતિમ કાર્યક્રમ તા.30 ઓગષ્ટના દિલ્હી ખાતે કર્તવ્યપથ પર યોજાશે.

આ સમાચારને શેર કરો