Placeholder canvas

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ 44 ફૂટ ભરાયો,હવે માત્ર 5 ફૂટ ખાલી…

વાંકાનેર: મચ્છુ-૧ ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે, આજે મચ્છુ-૧ ડેમની કુલ જળ સપાટીનો આંકડો 44 ફૂટે પહોંચ્યો છે, એટલે હવે મચ્છુ-૧ ડેમ માત્ર 5 ફૂટ ખાલી રહ્યો છે.

મળેલી માહિતી મુજબ મોરબી જિલ્લાનો સૌથી મોટો મચ્છુ-૧ ડેમ 62% ભરાઈ ગયો છે, હવે માત્ર ઉપરની 5 ફૂટ જળ સપાટી બાકી રહી છે, હાલમાં પણ 420 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.

હજુ તો ચોમાસાની શરૂઆત જ છે ત્યારે 62% ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે. હવે ઉપરવાસમાં થોડો સારો વરસાદ થાય તો મચ્છુ-૧ ડેમ બહુ ઝડપથી ઓવરફ્લો થઈ શકે છે. જેમના કારણે ખેતીમાં ખૂબ મોટો લાભ થશે…

આ સમાચારને શેર કરો