Placeholder canvas

ખેતીમાં કામકાજ ઝડપથી પતાવી લેજો:16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે.ત્યારે હવામાન વિભાગે 16 જુલાઈ સુધી સામાન્ય વરસાદ અને 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાની આગાહી કરી છે.16 જુલાઈથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 16 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે.

આગાહી અનુસાર, 16 જુલાઈથી 19 જુલાઈ સુધી સાર્વત્રિત વરસાદ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.16 થી 19 જુલાઈ દરમિયાન સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય આ દિવસોમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં પણ સારો વરસાદ વર્ષી શકે છે.

આ સમાચારને શેર કરો