Placeholder canvas

વાંકાનેર: સાંસદ કેસરીદેવસિંહજીના હસ્તે મચ્છુ-૧ ડેમની કેનાલ આજે ખોલવામાં આવી….

વાંકાનેર: ખેડૂતભાઈઓ આનંદો હવે ઘઉં અને જીરૂ વાવીદો કેમકે આજે તા.૯/૧૧/૨૦૨૩ ગુરુવાર સવારે ૯-3૦ કલાકે મચ્છુ-૧ ડેમની કેનાલ ખોલવામાં આવેલ છે.

આજે તા.૯/૧૧/૨૦૨૩ ગુરુવાર સવારે ૯-3૦ કલાકે મચ્છુ-૧ ડેમ ખાતે રાજ્ય સભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના વરદ હસ્તે વાંકાનેર તાલુકાના ખેડૂતો માટે મચ્છુ ૧ ડેમમાંથી કેનાલમાં પાણીનો વાલ ખોલવામાં આવ્યો હતો. પાણી કેનાલમાં આગળ ચાલતું થઈ ગયું હતું. આ સમયે ભાજપના અગ્રણીઓ હાજર રહયા હતા. હાલ શરૂઆતમાં 50 ક્યૂસેક પાણી ખોલવામાં આવી રહ્યું છે.

મચ્છુ કેનાલ શરૂ થતા વાંકાનેર પંથકના ખેડૂતોને શિયાળુ વાવેતરમાં ખૂબ મોટો લાભ થશે. કેનલનું પાણી મળવાથી વાંકાનેર પંથકમાં ઘઉં અને જીરું તેમજ વરિયાળીનું મોટા પાયે વાવેતર થશે.

આ સમાચારને શેર કરો