Placeholder canvas

મતદાર જાગૃતિ અને કેળવણી કાર્યક્રમ અભિયાન અંતર્ગત શ્રી દોશી કોલેજમાં કાર્યક્રમ યોજાયો.


મોરબી જિલ્લાના કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી જી. ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના યુવા મતદારોને લોકશાહીમાં મત અંગે મહત્વની વિગતપૂર્ણ માહિતી ચૂંટણી પંચની સ્લાઈડ શો દ્વારા સમજણ આપવામાં આવી હતી. તેમજ યુવાનો પાસે મતદાનની ગરિમા અંગે અને ગુપ્તતા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. અને યુથ ઇન ડેમોક્રેસી ના નેજા હેઠળ વોટર કાર્ડ અને વોટ કરવા અંગે વિદ્યાર્થીઓની સાઇન પણ લીધેલ હતી.

આ કાર્યક્રમમાં મોરબીથી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, વાંકાનેરના પ્રાંત અધિકારી શેરસીયા, મામલતદાર કાનાણી , ટી.ડી.ઓ. રિઝવાન કોંઢીયા ના. મામલતદાર ખેર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન મતદાર અભિયાન જાગૃતિના નોડલ ઓફિસર ડૉ.મયુર જાનીએ કર્યું હતું.

આ સમાચારને શેર કરો