કૃષિવાંકાનેર

ખેડૂતભાઈઓ હવે વાવિદો ઘંઉ અને જીરું: આવતી કાલે ખુલશે મચ્છુ-૧ ડેમની કેનાલ….

વાંકાનેર: ખેડૂતભાઈઓ આનંદો હવે ઘઉં અને જીરૂ વાવીદો કેમકે આવતી કાલે તા.૯/૧૧/૨૦૨૩ ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે મચ્છુ-૧ ડેમની કેનાલ ખોલવામાં આવનાર છે.

આવતી કાલે તા.૯/૧૧/૨૦૨૩ ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે મચ્છુ-૧ ડેમ ખાતે રાજ્ય સભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના વરદ હસ્તે વાંકાનેર તાલુકાના ખેડૂતો માટે મચ્છુ ૧ ડેમમાંથી કેનાલમાં પાણીનો વાલ ખોલવામાં આવશે.

મચ્છુ કેનાલ શરૂ થતા વાંકાનેર પંથકના ખેડૂતોને શિયાળુ વાવેતરમાં ખૂબ મોટો લાભ થશે. કેનલનું પાણી મળવાથી વાંકાનેર પંથકમાં ઘઉં અને જીરું તેમજ વરિયાળીનું મોટા પાયે વાવેતર થશે.

આ સમાચારને શેર કરો