Placeholder canvas

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપે 15 ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ લોકસભાની બેઠક પરથી ચાલુ સાંસદ મોહનભાઈ કુંડારિયાને કાપવામાં આવ્યા છે, રાજકોટ સીટ પરથી પુરુષોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવાનો ભાજપે નિર્ણય કરેલ છે.

ભાજપે દિલ્હીથી ગુજરાતની 15 સીટ પર ઉમેદવાર જાહેર કરતા રાજકોટ સીટ ઉપર પુરષોત્તમ રૂપાલાનું નામ આવતા અને મોહનભાઈ કૂંડાળીયા કપાતા વાંકાનેર માર્કેટ ચોક ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના કાર્યકરોએ ફટાકડા ફોડીયા હતા, ત્યારે ગામમાં ચર્ચા એ થઈ રહી છે કે આ ફટાકડા પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ મળવાના કારણે ફોડવામાં આવ્યા કે મોહનભાઈ કુંડારીયાને કાપવાના કારણે ફટાકડા ફોડવામાં આવ્યા…!!! જે હોય તે પણ અત્યારે તો માર્કેટ ચોક મોજમાં આવી ગયો હોય તેવું લાગે છે

  • કચ્છ- વિનોદ ચાવડા
  • બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી
  • પાટણ- ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર- અમિત શાહ
  • અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
  • રાજકોટ- પરુશોત્તમ રુપાલા
  • પોરબંદર- મનસુખ માંડવિયા
  • જામનગર- પૂનમબેન માડમ
  • આણંદ- મિતેશ પટેલ
  • ખેડા-દેવુસિંહ ચૌહાણ
  • પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ
  • દાહોદ -જસવંતસિંહ ભાભોર
  • ભરુચ- મનસુખ વસાવા
  • બારડોલી-પ્રભુભાઈ વસાવા
  • નવસારી-સીઆર પાટીલ
આ સમાચારને શેર કરો