ટંકારા: લજાઈ ગામે પંચાયત કામમાં ભષ્ટાચારની વાતો નહી પણ લખાણ થયુ વાયરલ..!
By Jayesh Bhatasna -Tankara
ટંકારા: લજાઈ ગામે પંચાયત કામ મા ભષ્ટાચાર આચરયા ની વાતો નહી લખાણ થયુ વાયરલ અનુસુચિત વિસ્તાર ને અન્યાય થયો હોવાની રાવ લેખિત ફરિયાદ પણ તંત્ર ગણકારતુ નથી. ભર શિયાળે લજાઈ પંચાયત ના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
લજાઈ ગામના અમ્રુતભાઈ ચાવડા એ ટંકારા તાલુકા પંચાયત ને લજાઈ પંચાયત દ્વારા ચોકસ કારણો સાથે વિકાસ કામો મા ભષ્ટાચાર આચરી અન્યાય કરતા હોય આ અંગે લેખિત રજૂઆત કરી છે જેમા સ્ટ્રીટ લાઇટ પાણી નો ટાંકો ને ધાટ પર રીતસર કોઈ ઉપયોગ ન કરે એવી રીતે કામ થયા ની રાવ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લજાઈ પંચાયત ને તાળા બાદ નગરજનો એ આવેદનપત્ર અને બાદ આ ફોટા સહીત ના આરોપ થી અનેક સવાલો ઉભા થયા છે.