Placeholder canvas

ખેતરડી માધ્યમિક શાળામાં વર્ગ મંજૂર, સ્ટાફ નહી, ગામના યુવાનો આવ્યા વિધાર્થિઓની વહારે

By Jayesh Bhatasna -Tankara

બેટી પઢાવો બેટી બચાવો નું સૂત્ર નહીં પરંતુ બંધબેસતું કરતા ખેતરડી ના ચાર યુવાનો. ગામડા ગામ મા ધોરણ 9 અને 10 ના વર્ગો બંધ ન થાય અને ગામના વિદ્યાર્થીને ગામમાં મફત શિક્ષણ મળી રહે એ માટે શિક્ષણ નો સેવા યજ્ઞ. મોબાઇલ મા મસ્ત રહેતી યુવા પેઢી માટે પ્રેરણાદાયી કિસ્સો.

આજે જ્યારે ગામડા પોતાના સંતાનોને ભણાવવા ને લઈ શહેર તરફ હિજરત કરી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના છેવાડાનું ખેતરડી ગામ જયાના ચાર શિક્ષિત યુવાનો એ સમાજ ને નવો રાંહ ચિધ્યો છે અને બેટી ભણાવો ગામડું બચાવો ને ખરા અર્થમાં સાર્થક કરવા પ્રયાસ કર્યો છે.

વાત જાણે એમ છે કે શિક્ષણ વિભાગે ધોરણ ૯ અને ૧૦ ના છાત્રો માટે ખેતરડી માધ્યમિક શાળા મા વર્ગની મંજૂરી તો આપી પરંતુ અભ્યાસ કરતા છાત્રો માટે શિક્ષક ની ફાળવણી ન થતા શાળાના વર્ગને બંધ કરવાની નોબત આવે એવી પરિસ્થિતિ ઉભી થઈ હોય જેની જાણ ગામના ચાર શિક્ષિત યુવાનો ને થતા એ વર્ગને ચાલુ રાખવાનું બિડુ ઝડપ્યું હતું અને શિક્ષણ માટે નો સેવા યજ્ઞ શરૂ કર્યો છે.

ખેતરડી માધ્યમિક શાળા એ ધોરણ ૯ ને ૧૦ મા શિક્ષક તરીકે સેવા આપતા .અને એફ્પો સંસ્થા સાથે જોડાયેલા ભરત ભાઈ દેકાવાડીયા. સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા ગામના ગોરધનભાઈ દેકાવાડીયા. નગાભાઇ સેફાતરા. હેતલબેન મકવાણા. અમારા ગામે માધ્યમિક વર્ગની મંજૂરી મળ્યા બાદ શિક્ષક ન ફાળવ્યા હોય મંજુર થયેલ વર્ગ બંધ થઈ જશે અને બાળકો ને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે ફરી હળવદ. વાંકાનેર. સુરેન્દ્રનગર કે મોરબી સુધીનો લાંબો પન્નો કાપવો પડશે જેથી મોટાભાગના છાત્રો ગરીબ કે મધ્યમ પરિવારમાંથી હોય અભ્યાસને પડતો મુકી પારિવારિક કાર્યમાં જોડાઇ ને અભ્યાસ પડતો મુકશે આ બાબત નો રંજ હોય અમે મિત્રો એ નક્કી કર્યું કે આપણા ગામના વિદ્યાર્થીઓને આપણા ગામમાં જ ભણાવવા માટે આપણે આપણા દૈનિક કાર્ય ની એક કલાક એટલે કે બે પ્રિયેડ બાળકો પાછળ ફાળવવા સંકલ્પ સાથે શિક્ષણ કાર્યને વેગવંતુ બનાવ્યું છે. જે શિક્ષણ વિભાગ ભરતી ન કરે ત્યાં સુધી આ સેવા યજ્ઞ શરૂ રાખવા નુ જણાવ્યું હતું

ખરેખર આજના યુવાનો જે મોબાઇલની દુનિયામાં તો આખી દુનિયા ને જાણે છે પણ ગામ કે મહોલ્લા માટે સમય પણ મળતો નથી કે સુવિધા ની જાળવણી કરી શકે. એમને માટે આ ચાર જુવાનિયા પ્રેરણા આપે એવો કેડો કંડાર્યો છે. સાથે બેટી બચાવો બેટી પઢાવો નુ સુત્ર બેનર બની ન રહે એ માટે બંધબેસતો દાખલો ઉભો કર્યો છે.

આ સમાચારને શેર કરો