Placeholder canvas

વાંકાનેર: ખેરવા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત: 2ને ગંભીર ઇજા…

વાંકાનેર: આજે સાંજના 4:30 વાગ્યાની આસપાસ ખેરવા પાસે આવેલા વળાંકમાં બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બે ને ગંભીર ઇજાઓ પહોંચી છે જ્યારે અન્ય બે ને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ગંભીર ઇજાગ્રસ્તોને 108 મારફતે રાજકોટ ખસેડવામાં આવેલ છે.

મળેલી માહિતી મુજબ ખેરવા પાસે મંદિર પાસે આવેલા વણાક પછીના બીજા વળાંકમાં બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં લોકોના કહેવા મુજબ સ્પોર્ટ બાઈકમાં આવેલા બે યુવાનો ફૂલ સ્પીડમાં હતા તેઓ સામેથી આવતા બીજા બાઇકની સાથે વણાંકમાં અથડાઈ ગયા હતા પરિણામે અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્પોર્ટ બાઈક વાળા બંને વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેઓને 108 મારફતે રાજકોટ ખસેડવામાં આવેલ છે. જ્યારે સામેવાળા બાઈકમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે તેઓને પણ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો