Placeholder canvas

ચોટીલા: પાડોશીના ઘરમસએ ઘરમાં ઘૂસી છરી વડે કર્યો હુમલો…

ચોટીલાના મફતિયાપરામાં રહેતા દીપકભાઈ નાયકપરા અને તેમના પત્ની મધુબહેન તથા તેમના દીકરા અતુલ પર પાડોશમાં રહેતા અફઝલ અને બે મહિલાઓએ ઘાતક હુમલો કર્યો હતો. જેમાં આરોપીઓ દીપકભાઈના ઘરમા ઘૂસી આવ્યા હતા અને છરી વડે હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટના બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

જેમાં હુમલામાં ઈજા પામેલા દીપકભાઈ, મધુબહેન અને અતુલને સારવાર માટે તાકીદે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં મધુબહેનને અને તેનાં પુત્ર વધુ ગંભીર ઈજા જણાતાં તેમને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને હુમલો કરનારા શખ્સોને ઝડપી લીધા છે. પરિવાર વચ્ચે થયેલો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યાનું અને વાત છરી વડે હુમલા સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. ચોટીલા પોલીસ દ્વારા ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો