Placeholder canvas

વાંકાનેર: કાશીપર ગામના વિધાર્થીએ જવાહર નવોદયની પરીક્ષા જિલ્લામાં ત્રીજો ક્રમે મેળવી પાસ કરી.

જવાહર નવોદય વિદ્યાલયના વર્ષ ૨૦૨૩/૨૪ની પરીક્ષામાં વાંકાનેરના કાશિપર ગામનો વિદ્યાર્થી ધોરિયા ઋત્વિક દિનેશભાઈ મોરબી જિલ્લામાં ત્રીજા નંબરે પાસ થયો.

વાંકાનેર તાલુકાના કાશીપર ગામના વતની ધોરીયા દિનેશભાઈ ભૂપતભાઇ અને ધોરીયા કસ્તુરીબેન દિનેશભાઇના સુપુત્ર ધોરીયા ઋત્વિક દિનેશભાઇએ જવાહર નવોદય વિદ્યાલયની એપ્રિલ માસમાં લેવાયેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમગ્ર મોરબી જિલ્લામાં ત્રીજો નંબર મેળવી શ્રી કાશિપર પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે.

ઋત્વિકે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એપ્રિલમાં લેવાયેલી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (CET) પરીક્ષામાં પણ 120 ગુણમાંથી 107 ગુણ મેળવી વાંકાનેર તાલુકામાં ત્રીજા નંબરે પાસ થઈ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી હતી.

ઋત્વિકના માતા પિતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આરોગ્ય કાર્યકર તરીકે નોકરી કરતા હોય તેમને ઘરે માર્ગદર્શન આપેલ તથા શ્રી કાશીપર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જીવણભાઈ સાબરીયા અને વર્ગશિક્ષક ભરતભાઈ ધરજીયાએ માર્ગદર્શન આપેલ, આમ કોઈ પણ ક્લાસીસ વગર જળહળતી સિદ્ધિ મેળવવા બદલ દાદા દાદી તથા સૌ સ્નેહીજન તરફથી અભિનંદન મળી રહયા છે.

આ સમાચારને શેર કરો