Placeholder canvas

સદભાવના વૃધ્ધાશ્રમનાં નવા પરિસર માટે આદિજિન ટ્રસ્ટ (મુંબઈ) દ્રારા ૫૧ લાખનું અનુદાન

શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં નવા પરિસર માટે સમગ્રપણે ૫૧ લાખનું માતબર અનુદાન કરાયું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા, ગોદામ તેમજ પાણીનાં અવેડા, ગમાણ વિગેરે અકોલા, નાંદેડ, યવતમાલ, વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો/વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતુ નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે.

ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૫૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે તેમાંથી ૧૮૦ વડીલો પથારીવશ (ડાઈપર વાળા) છે. સાવ પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઈ ન હોય, એકલવાયી–નિરાધાર હાલતમાં પોતાન જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે.

રાજકોટમાં દેશનો મોટો 700 રૂમનો સદભાવના વૃદ્ધાશ્રમ બનશે. જેમાં એકસાથે 2100 પથારીવશ બીમાર વૃદ્ધોને આશરો આપી તેની સાર – સંભાળ લઈ સારવાર કરાશે. દેશના કોઈ પણ ખૂણે નિરાધાર વૃદ્ધ લાચાર, પથારિવશ વૃદ્ધોને હવે આગામી સમયમાં રાજકોટ ખાતે આશરો મળવાની સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે. સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકો જણાવે છે કે આખો પ્રોજેક્ટ કુલ રુ.200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કુલ 7 ટાવર હશે. આ આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે કે જે નિરાધાર છે જેને કોઈ સંતાન નથી તેમજ જેઓ લાચાર છે.
શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)નાં જયેશભાઈ શાહ(જરીવાલા) (મો.૯૯૨૦૪ ૯૪૪૩૩) ના નેજા હેઠળ ભરતભાઈ મહેતા, અશોકભાઈ લોઢા, હિતેશભાઈ સંઘવી સહિતનાઓની ટીમ કાર્યરત છે.

આ સમાચારને શેર કરો