Placeholder canvas

મોરબી: ઝૂલતો પુલ દુર્ઘટનામાં કોર્ટ સમક્ષ રજુ થયેલા જયસુખ પટેલ જેલહવાલે !

આગોતરા જામીન અરજીની સુનાવણી થાય તે પૂર્વે જ સરેન્ડર કર્યું..

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આજે મોટો વણાંક આવ્યો છે, આજે દુર્ઘટના બાદ ૯૦ દિવસોથી જાહેરમાં ના દેખાયેલા અને ચાર્જશીટમાં ભાગેડુ જાહેર કરાયેલ આરોપી જયસુખ પટેલ આજે કોર્ટ સમક્ષ હાજર થતા કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે

ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ હોય જે બનાવ મામલે પોલીસે નવ આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે અને ગઈકાલે જ ચાર્જશીટ રજુ થયા બાદ તમામ નવ આરોપીને કોર્ટમાં હાજર રાખી ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવી હતી અને વધુ સુનાવણી માટે તા. ૦૧ ફેબ્રુઆરી મુકરર કરવામાં આવી હતી દરમિયાન ચાર્જશીટ પૂર્વે જ ભાગેડુ આરોપી જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી જોકે તેની મુદત પણ ૧ ફેબ્રુઆરીની પડી હોય અને ચાર્જશીટ રજુ થઇ હતી જેમાં જયસુખ પટેલને ભાગેડુ આરોપી જાહેર કરવામાં આવ્યા હોય જેથી જયસુખ પટેલની મુશ્કેલીઓ વધી હતી.

આવતી કાલે બુધવારે આગોતરા જામીન અરજીની સુનાવણી થાય તે પૂર્વે જ આજે મંગળવારે જયસુખ પટેલ સેશન્સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયાને પગલે કોર્ટ કેમ્પસમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કોર્ટે હાલ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે તો પોલીસ હવે અરજી કરીને આરોપીનો જેલમાંથી કબજો મેળવી શકશે તેમજ આરોપી જયસુખ પટેલનો કબજો મળ્યા બાદ રિમાન્ડ માંગવામાં આવશે જે રિમાન્ડ દરમિયાન પોલીસ ઝૂલતો પુલ દુર્ઘટનાથી અત્યાર સુધી આરોપી ક્યાં ક્યાં ગયા હતા સહિતની પૂછપરછ કરી શકે છે.

આ સમાચારને શેર કરો