પીપળીયા-રાજ ગામના ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થતા રૂ.10લાખનો વિમાનો ચેક વારસદારને આપ્યો.
વાંકાનેર: પીપળીયા રાજ ગામના ખેડૂત ખાતેદાર અને પીપળીયા રાજ જુથ સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ કડીવાર અયુબ વલીમામદ જેવો ગત તારીખ 25/11/2022 ના રોજ સાંજના વાંકાનેર થી પોતાના ઘરે પીપળીયારાજ ખાતે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તીથવાના બોર્ડ પાસે અકસ્માત થતા તેઓનું તા.25/11/2022ના રોજ અવસાન થયું હતું.
જેમનો રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેન્ક મારફત ગ્રુપ પીએ વીમા પોલિસી હેઠળ કલેઇમ મંજૂર થઈને આવતા તેમના વારસદાર અને તેમના પત્ની શ્રીમતી જુબેદાબેન આયુબભાઈ ને પીપળીયા રાજ જૂથ સેવા સહકારી મંડળી લી. મારફત સહકારી મંડળીના મંત્રી મુસ્તુફા કડીવાર, પ્રમુખ ઈકબાલહુશેન કડીવાર અને આરડીસી બેંકના મેનેજર એમ.એમ.જેતપરિયાના હસ્તે વારસદારને 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.