રક્તપિત્ત જાગૃતિ અભિયાન 2023 અંતર્ગત ખેરવા પ્રાથમીક શાળામાં કાર્યક્રમ યોજાયો.
મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સીંઘાવદર ના સહયોગથી સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન 2023 અંતર્ગત આજરોજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સીંઘાવદર દ્રારા ખેરવા પ્રાથમીક શાળા અને ખેરવા ગામમાં રક્તપિત્ત જાગૃતી અર્થે જૂથ ચર્ચા તથા પત્રિકા દ્વારા આરોગ્ય શિક્ષણ આપેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખેરવા ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રતિકભાઈ ધામેલીયા તથા પ્રા.આ.કે. સિંધાવદરના સુપરવાઈઝર પંડ્યાભાઈ હાજર રહેલ.