Placeholder canvas

વાંકાનેર: જાલીડા ખાતે ફેબ્રુઆરીમાં ભવ્ય રામમંદિરનું ખાતમુહૂર્તના આયોજન માટેની આજે મિટિંગ…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા મુકામે આગામી ફેબ્રુઆરી માસમાં ભવ્ય, દિવ્ય રામમંદિર નિર્માણનું ખાત મુહૂર્ત થનાર હોય આજે રવિવારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં મહત્વની એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.નોંધનીય છે કે મંદિરના ખાતમુહૂર્ત સુધી ધારાસભ્ય સોમાણીએ અન્ન, કઠોળનો ત્યાગ કરી આકરી ટેક લીધી છે.

આજની આ મિટિંગમાં આગામી ફેબ્રુઆરી માસમાં જલીડ મુકામે શ્રી રામધામ ખાતે 108 કુંડી શ્રી રામ મહાયજ્ઞ, શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરનુ ખાત મુહુર્ત સહીતના આયોજનોના ઘડી કાઢવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શ્રી રામધામના નિર્માણ માટે રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી દ્વારા ચંપલ ન પહેરવાની આકરી ટેક રાખવામાં આવી હતી. ત્યારબાદ રામધામની જગ્યા જાલીડા મુકામે રામધામ કમીટી દ્વારા ખરીદવામાં આવતા જીતુભાઈની ટેક પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જ્યાં સુધી પ્રભુ શ્રી રામચંદ્રજીના મંદિરનુ ખાત મુહુર્ત ન થાય ત્યાં સુધી જીતુભાઈ સોમાણીએ અન્ન તથા કઠોળનો ત્યાગ કર્યો છે.

આ સમાચારને શેર કરો