Placeholder canvas

વાંકાનેર: સૈયદ મુશરફઅલી ચેલેન્જ ટ્રોફીની BM Tigers થઈ ચેમ્પિયન

વાંકાનેર: વાંકાનેર ચંદ્રપુર ખાતે આવેલ ફૈઝ -1 ગ્રાઉન્ડ પર “મર્હુમ સૈયદ મુશર્રફઅલી” ના સ્મણાર્થે મુખ્ય પુરસ્કર્તા (સ્પોન્સર) ગેલેકસી ગ્રૂપ વાંકાનેર દ્વારા ઓક્સન બેઝ T -10 લીગ નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વાંકાનેર તાલુકાની સાથે ટોળ-અમરાપર બંને ગામ સહીતના કુલ ૫૬૪ રમતવીરો માંથી હર્રાજી (ઓક્સન) વડે બનાવેલ ૧૬ ટિમો દ્વારા ફાઈનલ મેચ સુધીની પ્રતિયોગિતામાં પસંદગી પામેલ કુલ ૨૪૦ યુવાખેલાડીઓએ ખુબ જ઼ ઉત્સાહ અને ખેલદિલી થી ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટના અંતિમ દિવસે SZ Tigers (વાંકાનેર) અને BM Tigers (પાંચદ્વારકા) વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં BM Tigers ચેમ્પિયન થયેલ અને SZ Tigers રનર્સ અપ રહી હતી જ્યારે SK 11 (વાંકાનેર) ત્રીજા ક્રમે રહી હતી.
ફાઇનલ મેચમાં ઈરફાન પીરઝાદા, શકીલ પીરઝાદા, વાંકાનેર શહેર પોલીસ ઈનસ્પેક્ટરશ્રી સોલંકી, મોહંમદ કૈફ પીરઝાદા, હસનૈન પીરઝાદા, ગેલેક્સી બેન્કના સ્થાપક અબ્દુલ રહીમ હાજી સાહેબ, ફૈઝ ઈન્ડસ્ટ્રીઝના માલિક ઈસ્માઈલ હાજી સાહેબે હાજરી આપી હતી. ફાઈનલ મેચના અંતે વિજેતા ટીમને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર પીરજાદાના વરદ હસ્તે ચેમ્પિયન ટ્રોફી, રનર્સ અપ ટ્રોફી અને થર્ડ પ્લેસ ટ્રોફી તેમજ પુરસ્કાર સ્વરૂપે અનુક્રમે રૂ.૬૧૦૦૦, રૂ. ૪૧૦૦૦ અને રૂ. ૧૫૦૦૦ ના ચેક અર્પણ કરવામાં આવેલ.

ફાઈનલ મેચના મેન ઓફ ધ મેચ તરીકે ઈરફાન કડ઼ીવારને પસંદ કરાયા હતા અને સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન વ્યક્તિગત શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓમાં મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેસ્ટમેન , બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, તરીકે અનુક્રમે ઈરફાન કડીવાર, અવેશ ખોરજીયા, નસરૂલ્લાહ માથકિયા અને અજમલ પટેલને પુરસ્કૃત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઈમેર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકેનું પુરસ્કાર સૌથી નાની ઉંમરના ખેલાડી મોહંમદ નૂહ પટેલને એનાયત કરાયું હતું.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સૈયદ ફરહત અલી, મોહંમદ ઝૈદ પીરઝાદા, લિયાકત બાદી (ગેલેક્સી), જુનેદ માસ્તર, મોહસીન માસ્તર, ફૈઝલ (ખુશ્બુ), આદિલ (ખુશ્બુ), ફિરોઝ (S. K.), નિઝામ શેરસીયા તેમજ સરફરાઝ ભોરણીયા (સફુ) એ આયોજક તરીકે તથા ક્રિકહીરોઝ સ્કોરર ઓપરેટર તરીકે રફીક ભાઈ ડોડીયા એ ભારે જહેમત ઉઠાવી હતી.

જો તમે વાંકાનેર તાલુકા, મોરબી જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર જાણવા ઇચ્છતા હો તો કપ્તાના whatsapp ગ્રુપમાં જોડાવો…

કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/BsZbWVaH8zsEUWHfckFctR

આ સમાચારને શેર કરો